નિતુ - પ્રકરણ 38

  • 1.1k
  • 690

નિતુ : ૩૮ (ભાવ) નિતુની ઈચ્છા કરતા પણ વધારે સારી રીતે લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. મંડપમાં સાથે બેઠેલા આ યુગલના વખાણ સૌ કોઈના મુખ પર છવાયેલા હતા. ઘટાદાર વૃક્ષોની છાયામાં પૂર્ણ રૂપે ખીલેલા ફૂલ છોડ હોય એમ ચૉરી વચ્ચે તેઓ લાગી રહ્યા હતા. નજર પડે કે હટવાનું નામ ના લે, એવા આકર્ષક. લગ્નમાં કોઈ જાતની કમી ના રહે એ માટેની તમામ જવાબદારી તેના પાડોશી હરેશ અને તેના કલીગે ઉઠાવેલી. ઉપરથી સવારથી આવેલી વિદ્યાની હાજરી નિતુની નિશ્ચિન્તતામાં વધારો કરી રહી હતી. માટે આજે કૃતિને પોતાની બહેનની સૌથી વધારે જરૂર હતી, ત્યારે તે અને ઋષભ બંને તેની બાજુમાં જ હાજર હતા.વૈદિક મંત્રોચાર