પ્રેમ સમાધિ - પ્રકરણ-115

(13)
  • 1.5k
  • 1
  • 898

પ્રેમ સમાધિ પ્રકરણ-115 વિજય અને શંકરનાથ મ્હાત્રેએ સાથે મોકલેલ બંદૂકધારી બોડીગાર્ડસ સાથે મુંબઇથી દમણ જવા નીકળી ચૂક્યાં હતાં. વિજય નવીજ વોક્સવેગનમાં અને બોડીગાર્ડસ ઇનોવામાં સાથેજ નીકળ્યાં હતાં. પન્ના સાલ્વે, મ્હાત્રે, ડો.કેતન બાંધણીયા બધાનો ખૂબ આભાર માની ફરીથી સંપર્ક કરવાની ખાતરી સાથે નીકળ્યાં. શંકરનાથને ખૂબ રીલેક્ષ રીતે બેસી શકાય એમ પાછળની સીટ પર બેસાડ્યાં હતાં લગભગ અર્ધશવાસનમાંજ હતાં. વિજય ડ્રાઇવર સાથે આગળની સીટ પર બેઠો હતો. શંકરનાથે કહ્યું. "વિજય આપણાં ક્યાં ઋણાનુબંધ છે કઇ સગાઇ છે કે આમ આપણે સાથે.... “ વિજયે કહ્યું “ભૂદેવ, આપણે ફક્ત આ જન્મ નહીં ઘણાં જન્મોથી દોસ્ત હોઇશું અથવા ભાઇ... તમારાં કર્મો મારાં કરતાં વધારે સારાં હશે તો તમને