વિકી વિદ્યા કા વો વાલા વિડીયો

  • 1.5k
  • 550

વિકી વિદ્યા કા વો વાલા વિડીયો- રાકેશ ઠક્કર         રાજકુમાર રાવની 2024 ની ફિલ્મ ‘સ્ત્રી 2’ પછીની નવી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો’ નિરાશ કરી ગઈ છે. ‘સ્ત્રી’ થી ‘સ્ત્રી 2’ સુધીના સમયમાં રાજકુમારની 12 ફિલ્મો ફ્લોપ થઈ ચૂકી છે. હવે ‘સ્ત્રી 3’ સુધી એવી સફળતાની રાહ જોવી પડશે? એવો સવાલ થઈ રહ્યો છે. રાજકુમારની આ વર્ષે જ 4 ફિલ્મો આવી ચૂકી હોવાથી હવે એની સોલો ફિલ્મ પર અસર જોવા મળી રહી છે.         ‘વિકી’ તરીકે રાજકુમારે અભિનયમાં કોઈ કમી રાખી નથી. કેમકે નાના શહેરના યુવાનની ભૂમિકામાં એની મહારત રહી છે. માત્ર અભિનયના સહારે બોક્સ ઓફિસ પર રાજ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. ફિલ્મની વાર્તાનું પણ મહત્વ સમજવું પડશે. ‘વિકી’ માં પહેલા અડધા કલાકના દ્રશ્યોને વાર્તા સાથે ખાસ સંબંધ