પરમના હાથમાં હુક્કો હતો. થોડી ક્ષણો પહેલા જે પરમ મારી સામે હતો, એ અચાનક જ નવા રંગમાં રંગાઈ ગયો. મારા આશ્ચર્યનો પાર ના રહ્યો.‘પરમ...’ મારાથી મોટા અવાજે બોલાઈ ગયું.‘ચિલ... આમાં નિકોટીન ના હોય!’ પરમે મારી સામે હાથ કરીને આરામથી કહ્યું.મેં નિખિલ સામે જોયું. એ અને શિવાંગી આજુબાજુમાં બેઠા હતા અને મોબાઈલમાં કંઈક જોઈને હરખાતા હતા. પછી એ લોકો સેલ્ફી લેવામાં પડી ગયા. એ લોકો એમની જ દુનિયામાં બિઝી થઈ ગતા હતા અને પરમ પણ પોતાના હાથમાંથી સરકી રહ્યો હતો. મારું મન કચવાવા લાગ્યું.‘બાય.’ બાજુના ટેબલ પર બેઠેલું ગ્રુપ પ્રિયંકા નામની પેલી છોકરીને બાય કહી રહ્યું હતું.ઘણી બધી અસમંજસ વચ્ચે ફરીથી