નિતુ - પ્રકરણ 36

  • 1.1k
  • 740

નિતુ : ૩૬ (લગ્ન)નિતુને કોઈ વિચારોમાં ખોવાયેલી જોઈ ધીરુભાઈને થોડું અજુગતું લાગ્યું. હીંચકાની બાજુમાં પડેલી ખુરસી પર બેસતા તેની નજર નિતુ પર હતી. આશ્વર્યની દ્રષ્ટિએ જોતા તે બોલ્યા, "નિતુ બેટા!"તે જાણે અચાનક જાગી હોય એમ બોલી, "... હા કાકા."એવામાં શારદા બહાર આવતા બોલી, "નિતુ તું વહેલી આવી ગઈ?""હા મમ્મી. લગ્નની બધી તૈય્યારી કરવાની છે એટલે મેડમે કહ્યું કે હું વહેલી જાઉં તો ચાલશે.""તો પછી આમ આવીને સુનમુન કાં બેઠી?""કંઈ નહિ કાકા. બસ થોડો થાક લાગ્યો છે, એટલે."એટલામાં બહારથી  હરેશ આવતા બોલ્યો, "અરે તો પછી તારા એ થાકને ટાટા બાય બાય કરી દે."તેને જોતા ધીરૂભાઇએ કહ્યું, "લે! હરિયા તું અટાણે આવી ગીયો?""કાકા