તલાશ 3 - ભાગ 13

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. મેવાડના રાજવધુ અજબ કુંવરબાઈને આપેલ વચન નિભાવવા શ્રીનાથજીએ ઔરંગઝેબને પ્રેરિત કર્યો. મથુરાના અનેક મંદિરો તોડીને એણે શ્રી ગિરિરાજજી ગોવર્ધનમાં લીલા કરતા શ્રીનાથજીનું મંદિર ખંડિત કરવાનું વિચાર્યું. પણ આગોતરી જાણ થતા જ, મુખ્યાજીએ શ્રીનાથજીને એક રથમાં સવાર કરીને મોગલોની પહોંચથી દૂર રાજપુતોના રાજ્ય તરફ પ્રયાણ કર્યું. અને લગભગ પોણા ત્રણ વર્ષ વિવિધ જગ્યાએ કંઈક દિવસ અથવા માસ વિશ્રામ કર્યા પછી શ્રીનાથજીએ મેવાડના સિંહાડ ગામમાં સંકેત આપ્યો કે મારે અહીજ બિરાજવાની ઈચ્છા છે. અને એમ શ્રીનાથજીની ઈચ્છાથી જ એ જ સ્થળે શ્રીનાથજીના મંદિરનું નિર્માણ થયું.  એવા શ્રીનાથજીના