ભીતરમન - 41

  • 1.1k
  • 1
  • 648

મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી હતી. હું મારી ઉતાવળમાં ચશ્મા પહેરવાનું પણ ભૂલી ગયો હતો. મારી હવેલીનું ચોગાન મોટું હતું, હું ઉઘાડા પગે જ ગેટ સુધી ધસી આવ્યો હતો. વોચમેન મને આવી રીતે આવતા જોઈને ક્ષણિક ડરી ગયો કે, અવશ્ય માલિક હમણાં ખીજાશે કે અતિથિને કેમ રોક્યા? પણ હું તો તેજાને મળવાની ખેવનામાં ફક્ત તેજાને જ જોઈ રહ્યો હતો. ગેટની આ તરફ હું હતો અને ગેટની પેલી તરફ તેજો! હું જેવો આવ્યો કે, વોચમેને તરત જ ગેટ ખોલ્યો હતો. હું ઉતાવળે ચાલતો સીધો તેજાને ગળે વળગી પડ્યો હતો. વોચમેન અમને બંનેને ભેટતા જોઈને