સ્ત્રીઓનાં શોખ લગ્ન પછી પુરા કેમ થઈ જાય છે??

  • 1.2k
  • 510

મમ્મી અમે બધા મિત્રો એ કાલે ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કર્યું છે.તો ત્યાં નાસ્તા માં ખાવા મારા માટે તારા હાથ નાં સ્વાદિષ્ટ થેપલા બનાવી આપીશ? પ્લીઝ?“  રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસતી તેની મમ્મી ને આર્યન વિનંતી કરી રહ્યો છે. “બનાવી તો આપીશ, પણ મને એમ કહે કે આમ અચાનક કેમ ફરવા જવાનુ પ્લાનિંગ કર્યું???” દેવીલાબેન આર્યન ની થાળી માં ભોજન પીરસતા સવાલ પૂછે છે. “અરે મમ્મી, અત્યાર ની જિંદગી નો કોઈ ભરોસો રહ્યો નથી. કાલે શું થવાનું એની પણ કોઈ ને ખબર નથી. અને હાલ માં મારા પર કોઈ જવાબદારી પણ નથી. તો કેમ નહીં, આ જવાની માં જેટલું ફરાય એટલું