પ્રેમ થાય કે કરાય? ભાગ - 5

  • 2k
  • 1.6k

શોખઆજે પીજીમાં રહેતા છોકરાઓમાં કોઈનો બર્થડે હોવાથી બધા છોકરાઓ સાંજે હોટેલમાં જમવા જવાના હતાં. આથી આજ સાંજે અમારા રસોડામાં શાંતિ હતી. માનવી રોજની જેમ એના મોબાઈલનાં ચેટિંગમાં અને રિલ્સ જોવામાં આખો દિવસ કાઢતી હતી એમાં પણ આજે તો ટિફિન નહતા બનાવવાના એટલે એના કાનને પણ મારા અવાજથી શાંતિ હતી.આજે મારાં શરીરને પણ આરામ કરવાની પરમિશન મળી હતી. ડ્રોઈંગરૂમમાં આવતા પંખાના પવનથી આંખો ભારે થઈને ઘેરાવા લાગી હતી. એટલે હું થોડીવાર પલંગમાં આડી પડી. ત્યાં આખો દિવસ થાકના કારણે ખબર નહિ કયારે ઉંઘ આવી ગયી.2 કલાક પછી...ઉંઘમાંથી ઉઠી તો ઘડિયાળમાં 2:30 વાગ્યાં હતાં. માનવી તેનાં રૂમમાં મોબાઈલમાં ખોવાયેલી હતી. માનવીને જોઈને