ભીતરમન - 40

તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત જ આમ જ ઉડાડી દો છો. હું ભલે ગુસ્સામાં બોલી પણ બધું જ સાચું કહ્યું છે. મને તમારા સિવાય બીજું કંઈ જ જોતું નથી. આ બધું સાંભળીને મારો જીવ ગભરાઈ રહ્યો છે. તમારી કલ્પના બહારની મને તમારી ચિંતા થતી હોય છે. આ બધું જ કામ હવે તમે ધીરે ધીરે છોડી દો અને પરિવારને સમય આપો. કારણકે, હવે આપણા પરિવારમાં એક નવું સદશ્ય પણ આવવાનું છે. એ સમય દૂર નથી કે, આદિત્ય મોટો ભાઈ થઈ જશે. મને તુલસીએ સહેજ શરમાતા જણાવ્યું હતું. તુલસીના શબ્દો મને ખૂબ ખુશ કરી ગયા