ભીતરમન - 39

મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "માલિક નાસ્તાની શરૂઆત સૌ પ્રથમ સ્ટીમ ઢોકળાથી કરશો ને કે પૌવા બટેકા આપું?""ના બહેન મને ફક્ત થોડું ફ્રુટ અને દુધ જ આપો. એ સિવાય મને કંઈ જ ખાવું નથી.""માલિક આજ તો તમારો જન્મદિવસ છે લાડુ તો ખાવો પડશે હો!" પ્રેમથી આગ્રહ કરતાં સવિતાબેન બોલ્યા હતા. સવિતાબેન ના આગ્રહ ભરેલ શબ્દથી મને મા યાદ આવી ગઈ હતી. એમના લાગણીસભર શબ્દ મારા મનને સ્પર્શી ગયા હતા. મેં એમની ઇચ્છાને માન આપીને સૌપ્રથમ લાડુ જ મોમાં નાખ્યો હતો. બાકીના લાડુ મેં એમને એમના ઘરે લઈ જવા કહ્યું હતું. સવિતાબેન ખુશ થઈ અને બોલ્યા "ભગવાન તમને