વેકેશન"મનુ એ મનુ..." રસોડામાં કુકરની સીટીનાં અવાજ સાથે નીતાબેન નો અવાજ પોતાના રૂમમાં સુઈ રહેલી મનુ ઉર્ફે માનવીના કાન સુધી પહોંચે છે.રાત્રે મોડા સુધી મિત્રો સાથે ચેટ કરીને થાકી ગયેલી માનવી તકિયાથી પોતાના કાન દબાવી કુકરની સીટી સાથે તેની મમ્મીના અવાજને રોકવાની કોશિશ કરી રહી છે.ઉનાળાનું વેકેશન તેને માટે ફક્ત મોડા સુધી ઉંઘવા અને રાત્રે મોડા સુધી વેબસીરીજો જોવા કે પછી મિત્રો સાથે ચેટ કરવા માટે આવે છે."મનુ એ મનુ... ઘડિયાળમાં જો કેટલા વાગ્યાં?" નીતાબેન સ્ટીલનાં ડબ્બામાંથી લોટ કાઢી બુમ મારે છે."એક તો આને કેટલી વાર કીધું કે મારું નામ મનુ નહિ માનવી છે માનવી... ખબર જ નથી પડતી." માનવી