લાલચના ગુલાબજાંબુ

  • 1.1k
  • 514

એક હતું કચ્છ નું નાનકડું ગામ. ગામ ની વસતી માંડ દોઢસો જેટલા ઘરની. ને એ ગામમાં રહેતા પુંજા સેઠ અને તેનો નોકર ભૂરો. ભૂરો હાવ બુદ્ધિ વાળો હો. પણ ઈ વાપરે પોતાની માટે. ગામ નાનું એટલે ઝાજી દુકાન ન મળે. અરે મીઠાઈ માટે પણ બાજુના મોટા ગામ જવું પડે. પુંજા સેઠ એક વાર લગન માં શહેર જઈ આવ્યા ને જમવામાં ગુલાબજાંબુ ખાઈ આવ્યા. અહોહોહો સ્વાદ ટો એવો દાઢે વળગ્યો કે બે દિવસ સુધી પોતાના હોઠ ચાટતા રહ્યા. હવે ત્રીજે દી તેમનાથી રહેવાયું નહિ. તેણે ભૂરિયાને કહ્યું : “ ભુરીયા જા જરા બાજુના ગામ રવાનો થા ને ત્યાંથી ગુલાબજાંબુ લઇ આવ”