નિતુ - પ્રકરણ 33

  • 938
  • 586

નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય કોઈ દેખાતું નહોતું. હિંચકે જઈને ખભામાંથી પર્સ ઉતારી બાજુમાં રાખ્યું અને એક ઊંડો શ્વાસ લેતા બેસી ગઈ.શારદાએ તેની હાલત જોતા કહ્યું, "કેટલી વાર તને કીધું છે કે કામ થોડું ઓછું કરવાનું રાખ, પણ હામ્ભળે તો છેને!"આશ્વર્ય સાથે તેણે પૂછ્યું, "મમ્મી! તું એકલી છે? બાકી બધા ક્યાં ગયા છે?""કાકા હરેશ હારે ગયા છે અને નાનકી સાગર જોડે ગઈ છે.""સાગર સાથે?""હા, કાંક હશે! આપડે હુ જાણીયે? હમણાં આવું કે'તીકને હાલી ગઈ."તે આરામથી માથું ટેકવી બેસી ગઈ અને શારદા એકબાજુ બેઠી બેઠી તેને નિહાળી રહી હતી. બહાર ગાડીનો આવાજ આવ્યો તો તે