નિતુ - પ્રકરણ 32

  • 1.1k
  • 722

નિતુ : ૩૨ (લગ્ન)નિતુના કાનમાં અનુરાધાએ કહ્યું, "નિતુ!""હં...""આજે મેડમ બદલાયેલા બદલાયેલા હોય એવું નથી લાગતું?"વિદ્યા પોતાની ઓફિસ પહોંચી કે બધા તેને ગુડ મોર્નિંગ વિશ કરવા લાગ્યા. બધા સામે હસીને વાત કરતા વિદ્યાને આવતા જોઈ બધા અચરજમાં હતા કે આખરે આ છે શું?"કેમ?" તેણે અનુરાધાને પૂછ્યું.તે બોલી, "રોજે સવારમાં આવતાની સાથે બધા પર ગુસ્સો ઉતારવાનું શરુ કરી દે. આજે તો જો, એના ચેહરાની રોનક જ અલગ દેખાય રહી છે."તો પાછળ બેઠેલો ભાર્ગવ તેની તરફ આવીને કહેવા લાગ્યો, "હા અનુરાધા. વાત તો તારી સાચી છે. મેડમનો મૂડ આજ અલગ અંદાજ દર્શાવે છે."એટલી વારમાં વિદ્યા ત્યાં પહોંચી ગઈ અને એકાએક એના પગ થંભી