પ્રેમતૃષ્ણા - ભાગ 1

  • 3.9k
  • 1
  • 2.1k

“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા .અહીં ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી . ખુશી ની કલાસમેટ ભૂમિ જેણે નવું નવું એડમિશન લીધું હતું તેનો આજ કૉલેજ નો પેહલો દિવસ હતો તેણી હજુ આરામ થી અરીસા સામે ઊભા રહી તૈયાર થઈ રહી હતી .“ ચાલ ભૂમિ આજે ડો. મલ્હોત્રા ના લેબ માટે મોડું થઈ રહ્યું છે બાકી ખબર છે ને કે ડો. મલ્હોત્રા ........... ” ખુશી બોલી .“ હા બાકી ડો. મલ્હોત્રા લેબ માં આવવાની પરવાનગી નહિ આપશે એ જ ને ”