ખરા એ દિવસો હતા!

  • 1.2k
  • 448

  હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં ગુરુવાર નો દિવસ રમતગમત અને શારીરિક શિક્ષણ ને લગતી પ્રવીતીઓં માટે ફાળવવા માં આવેલો. દર ગુરુવારે બધા વિદ્યાર્થીઓ ને શ્વેત વસ્ત્ર (છોકરાઓ ને પેન્ટ શર્ટ, છોકરીઓ માટે સ્કર્ટ અને શર્ટ) ધારણ કરી નિશાળે જવાનું રેહતું. ગુરુવાર ના દિવસ નો એ ઉનીફોર્મ. સવાર ની પ્રાથના અને હાજરી પુર્વ્યા પછી બધા વિદ્યાર્થીઓ ને શાળાની પાસેના એક મૈદાન માં લઇ જવાતા. ક્યારેક અમારા પી.ટી ના સાહેબ બધા ને કસરત કરાવતા, તો કોઈ વાર અમને બધા ને છુટ્ટા છોડી મુકતા, કે જાઓ જે રમત રમવી હોત તે રમો...જલસા કરો. તે