લવ યુ યાર - ભાગ 65

  • 2.2k
  • 2
  • 1.4k

સાંવરી તો આ સમાચાર સાંભળીને જાણે પાગલ જ થઈ ગઈ અને તેમાં પણ પાછા પોતાના દિકરાના પગલે પગલે આ કરોડો રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો એટલે તે વધારે ખુશ થઈ ગઈ હતી. પરંતુ સમસ્યા એ હતી કે આ ઓર્ડર પૂરો કરવા માટે મીતને તાત્કાલિક લંડન જવું પડે તેમ હતું જે સાંવરીને મંજૂર નહોતું...સાંવરી: તું ભોળો છે મીત કોઈની પણ વાતમાં આવી જાય છે અને પછી ફસાઈ જાય છે અને પછી તેમાંથી તને બહાર કાઢવો મારે માટે મુશ્કેલ બની જાય છે. મીત: પણ તું સમજ કે તું અત્યારે થોડી મારી સાથે આવી શકવાની છે અને તું ચિંતા ન કરીશ હવે હું પહેલાનો મિતાંશ નથી