મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્રેમ મંદિર વગેરે જોવા ગઈકાલે સવારથી સાંજ ગયાં.ગુડગાંવ થી 8 વાગે નીકળી જન્મસ્થાન સવારે દસ આસપાસ પહોંચ્યાં. ખૂબ સરસ દર્શન અને અનુભૂતિ થઈ.જન્મસ્થાન મથુરા જતાં જ પ્રિપેઇડ પાર્કિંગોમાં કાર પાર્ક કરી લાઈનમાં જૂતાં મૂકી, મોબાઈલ અને થેલા પણ અન્યત્ર મૂકી ઊભવાનું. મંદિરના પાછલા ગેટ પર બે વિશાળ દ્વારપાળ અને મુખ્ય ગેટ પર અર્જુન સાથે રથ પર શ્રીકૃષ્ણ દેખાય છે. જન્મસ્થાનની ઇમારત કિલ્લા આકારની છે અને અંદર, બહાર બધું જ ભગવા રંગે રંગેલું છે.મંદિરના એક છેડેથી અંદર જઈ બીજા છેડે થી જ બહાર નીકળવાની વ્યવસ્થા છે એટલે અંદર કારાવાસ, જન્મસ્થાન બધું જ જોવું પડે. કારાવાસમાંથી