કર્મના કર્તા કોણ છે, મનુષ્ય કે પરમાત્મા?

  • 612
  • 1
  • 176

સામાન્ય રીતે જગતમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આ જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે તે ભગવાન કરે છે. જો એ વાત સાચી હોય કે દરેક કર્મનો કર્તા ભગવાન છે તો ભગવાનને કર્મનું બંધન ના આવે? લોકો કહે છે કે ભગવાન ઉપર રહે છે અને બધાને કર્મ ભોગવવા નીચે પૃથ્વી ઉપર મોકલે છે. તો ઉપર બેઠા બેઠા ભગવાન મજા કરે અને આપણને સજા? જે દુનિયામાં એક-એક માણસને ચિંતા, ઉપાધિ, ટેન્શન, દુઃખ ભોગવવા પડે છે એવી દુનિયામાં ભગવાન આપણને મોકલે એવું બને? કોઈનો જુવાનજોધ દીકરો મૃત્યુ પામે તો કહે કે “ભગવાને મારો દીકરો લઈ લીધો.” તો ભગવાન બધાના જુવાન છોકરા