નિતુ : ૩૦ (યાદ)નિતુને પોતાની પુત્રવધૂ બનાવવા માટે વર્ષાની હા સાંભળતા જ બધાના મનમાં હર્ષની લાગણી ઉમટી. મયંકને આશ્વર્ય થયું, કે એની માએ હા કહી દીધી! પણ એને ખુશી એટલી જ હતી કે અંતે એની અને નિતુની વચ્ચે કોઈ બાધા નથી. શારદાએ અનંતને ઈશારો કર્યો અને તે રસોડામાં જઈને મીઠાઈઓ લઈને આવ્યો. ધીરૂભાઈએ અને જગદીશે સામસામે એકાબીજીને મીઠાઈઓ ખવરાવીને તેઓના આ નવા બનવા જઈ રહેલા સંબંધને વધાવ્યો.જગદીશે બે હાથ જોડી નમ્રતાથી ધીરુભાઈ અને શારદા સામે પ્રસ્તાવ મુક્યો, "ધીરુભાઈ, શારદાબેન, આપણા આ સંબંધમાં કોઈ ઉણપ ના રહે એ માટે અમે આપને એક વિનંતી કરવા માંગીએ છીએ.""અરે જગદીશભાઈ! તમારે તે કાંય વિનતી