આસો નવરાત્રી

  • 862
  • 300

આસો નવરાત્રી: આ સૌથી મોટી નવરાત્રી છે. તેને મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે..દૂર્ગામાતાની આરાધના માટે નવરાત્રિનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હિંદુ પંચાંગ મુજબ આસો મહિનાની સુદ એકમે નવરાત્રિ પ્રારંભ થાય છે. આ શુભ સમયે માતાના અલગ અલગ નવ રૂપોની આરાધના કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે નવરાત્રિ માં મા દૂર્ગા ની વિશેષ પૂજા કરવાથી મનવાંછિત ફળ ની પ્રાપ્તિ થાય છે. મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરાય છે. આપણે જેને જવારા કહીએ છીએ એની પણ વાવણી કરાય છે. અગિયાર જાતનાં ધાન્યનો ઉપયોગ કરી માટીમાં આ ધાન્ય વાવવામાં આવે