ભીતરમન - 36

હું દિપ્તી ના વિચારોમાં ભૂતકાળમાં વિતાવેલ સમયને યાદ કરવા લાગ્યો હતો. ઘર નાનું હતું પણ લાગણી અપાર હતી. એક જ થાળીમાં બધા સાથે જમતા હતા. થાળીમાં વાનગીઓ ઓછી હતી છતાં ભૂખ સંતોષાતી હતી. સમય સાથે આવેલ પરિવર્તન મારી આંખમાં ભીનાશ બની યાદોને ધૂંધળી કરવા લાગી હતી. એક સાથે અનેક વાતો મને ભૂતકાળમાં જ ખેંચીને રાખી રહી હતી. તુલસીને આદિત્યનો જન્મ થયો ત્યારે જ એવું થતું હતું કે, મારે પહેલા ખોળે દીકરી જોઈએ છીએ. આદિત્યના જન્મથી એ ખુશ હતી જ પણ એની ઈચ્છા અધૂરી રહેતા અમે બીજા બાળક વખતે દીકરી તરીકેનું સૌભાગ્ય મેળવ્યું હતું. દીપ્તિના જન્મબાદ ખરેખર મારા ધંધામાં પણ ખૂબ ચડતી