શ્રીરામ જન્મભૂમિ, અયોધ્યાઅમે મંદિર ખુલ્લું મુકાયું ત્યારથી ઈચ્છા હતી તે માટે ખાસ રામ મંદિરનાં દર્શન કરવા ન્યુદિલ્હીથી સવારે 6 વાગે ઉપડતી વંદે ભારત ટ્રેન દ્વારા અયોધ્યા કેન્ટ સ્ટેશન 2.30 બપોરે આવી પંદર મિનિટમાં તો હોટેલ પહોંચી ગયા. દિલ્હી થી અયોધ્યા 700 કિમી છે તે ખાલી 8 કલાકમાં પહોંચી. અમદાવાદ થી તો 1400 કિમી જવા ખાસ્સા 29 કલાક લે છે! તરત સાંજે 4.00 વાગે તો દર્શને નીકળી પણ ગયાં. એમ લાગે કે ચારે બાજુથી માનવ મહેરામણ ફક્ત રામલલ્લાનાં દર્શને જ જાય છે. દેશભરના લોકો એકલા, નાનાં ગ્રુપમાં કે મોટા યાત્રા સંઘ સાથે દર્શન કરવા જાણે દોડતા હતા.20 મિનિટ ચાલી જન્મભૂમિ મંદિર પહોંચતાં