નારદ પુરાણ - ભાગ 42

  • 588
  • 216

સનત્કુમાર બોલ્યા, “શુકદેવ, શાસ્ત્ર શોકને દૂર કરે છે; તે શાંતિકારક તથા કલ્યાણમય છે. પોતાના શોકનો નાશ કરવા માટે શાસ્ત્રનું શ્રવણ કરવાથી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થવાથી મનુષ્ય સુખી તથા અભ્યુદયશીલ થાય છે. શોક અને ભય પ્રતિદિન મૂઢ માણસો પર પોતાનો પ્રભાવ પાડે છે, વિદ્વાન પુરુષો આગળ તેમનું જોર ચાલતું નથી. અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો જ અપ્રિય વસ્તુનો સંયોગ અને પ્રિય વસ્તુનો વિયોગ થવાથી મનમાં ને મનમાં દુઃખી થાય છે. જે વસ્તુ ભૂતકાળના ગર્ભમાં છુપાઈને નષ્ટ થઇ ગઈ હોય તેના ગુણોનું સ્મરણ ન કરવું જોઈએ કારણ કે જે આદરપૂર્વક તેના ગુણોનું ચિંતન કરે છે, તે તેની આસક્તિના બંધનથી મુક્ત