નિતુ - પ્રકરણ 29

  • 1.2k
  • 762

નિતુ : ૨૯ (યાદ) નિતુના ઘેર આવવા માટે મયંક પોતાના પરિવાર જનો સાથે નીકળી ગયો અને આ બાજુ તેઓના સ્વાગતની તૈય્યારીઓ થવા લાગી. નિતુથી બંધાયેલા બંધનો મુક્ત કરીને ઘરના લોકોએ તેના સ્વનિર્ણયને વધાવી લીધો. ઘરમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. મહેમાન આવવાના છે એવા હરખમાં ઘરમાં સાફ સફાઈ અને સુશોભન થવા લાગેલા. કોઈ કસર ના રહે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અને રાત થઈ કે સૂર્ય ઉગે અને મહેમાન આવી પહોંચશે એ વિચાર આવવા લાગેલા. નિતુ માટે તો આજે ઊંઘ દુશ્મન બની બેઠેલી તો બીજી બાજુ ડ્રાઈવરની બાજુમાં બેઠેલા મયંકને પણ નિતુને મળવાની ઉતાવળ જાગી. આજે તેની આંખો બંધ