નિતુ: ૨૭ (યાદ)નિતુને લઈને ઘરમાં બે દિવસ સુધી વર્ષાની મથામણ ચાલી અને બે દિવસ સુધી મયંક નિતુના નામના ઝઘડા કરતો રહ્યો. વર્ષાને તે નહોતું ગમતું અને હાર સ્વીકારવા કોઈ તૈય્યાર નહોતું. રાત્રીના ભોજનની વ્યવસ્થા કરીને બધા લોકો બેઠા પણ મયંક નહોતો આવ્યો. વર્ષાએ દીપિકાને પૂછ્યું, "દીપિકા, મયંક કેમ નથી આવ્યો? ક્યાં છે?"તેણે કહ્યું, "બ્રો એની રૂમમાં છે. શું કામ નથી આવ્યો એ ખબર નહિ."તેણે તુરંત પોતાના એક નોકર મોહનને બોલાવવા જવા કહ્યું. થોડીવારે તે એકલો પાછો આવ્યો.તેને એકલો જોઈને વર્ષાએ પૂછ્યું, "મયંક ના આવ્યો?""મેડમ, સરે મને કહ્યું કે એને ભૂખ નથી લાગી." આ સાંભળી તેની થાળી તૈય્યાર કરીને તે તેની