કાંતા ધ ક્લીનર - 51

  • 1.3k
  • 1
  • 738

51.કાંતાએ કહ્યું કે તેણે પોલીસમાં પણ કહેલું કે તે રૂમમાં એકલી ન હતી તેમ લાગેલું. પોતે બે વ્યક્તિઓ અને વિચિત્ર રીતે શાંત વાતાવરણ.. ગીતાબા સમજેલાં કે બે એટલે પોતે અને  સૂતેલા અગ્રવાલ અથવા સરિતા. તેને  કેમ  એવું લાગ્યું તે કોર્ટે પૂછ્યું. અરીસામાં જોતાં પાછળ  વચ્ચે લાઈટ હતી, તેની પાછળ કોઈ હોય એવું લાગેલું તેમ કાંતાએ કહ્યું. "મને પોતાને મારી પાછળ, ડ્રેસિંગ ટેબલની લાઇટને બીજે છેડે બાલ્કનીનાં ડોર પાસે એકદમ કોઈ હોય એવું લાગ્યું. હું એકદમ ગભરાઈ ગઈ." તેણે કહ્યું. "આ તો તેં મને પણ નથી કહ્યું. ઠીક, તે માણસ કેવો દેખાતો હતો? તેના હાથમાં કાઈં હતું?" ચારુએ પૂછ્યું."હા, યાદ આવ્યું. તે માણસના હાથમાં