યુધ્રા

યુધ્રા- રાકેશ ઠક્કર  ‘એનિમલ’ અને ‘કિલ’ પહેલાં સિધ્ધાંત ચતુર્વેદીની ‘યુધ્રા’ આવી હોત તો કદાચ વધુ પસંદ કરવામાં થઈ હોત. કેમકે બંને હિંસાથી ભરપૂર ફિલ્મોથી અગાઉ ‘યુધ્રા’ બની ચૂકી હતી. એની રજૂઆત મોડી થઈ છે. પરંતુ ફિલ્મમાં એક્શન અને અભિનયને બાદ કરતાં વાર્તામાં નવું કંઇ ન હોવાથી પસંદ થઈ શકી હોત એ અંગે શંકા છે. ફિલ્મમાં હિંસાના દ્રશ્યો ખતરનાક છે. અલબત્ત ‘એનિમલ’ અને ‘કિલ’ની સરખામણીમાં ઓછા છે. એટલે જ ‘યુ/એ’ સર્ટી મળ્યું હશે. જોકે, એ વહેલી આવી હોત તો એમાં એક જણની ગળામાં વાંસળી નાંખીને અને બીજાની આંખમાં લોલીપોપ મારીને મોત નીપજાવવાની ઘટના વધારે ચોંકાવી ગઈ હોત. એક્શન અને લોહીયાળ હિંસામાં ‘કિલ’ એક નવો જ માપદંડ ઊભી કરી ગઈ હતી. તેથી ‘કિલ’ માં નકારાત્મક ભૂમિકામાં છાપ છોડી જનાર રાઘવ જુઆલ પડદા