નિતુ - પ્રકરણ 25

  • 1.5k
  • 1k

નિતુ : ૨૫ (યાદ)નિતુ ટેબલ સામે બેસીને લગ્નની યાદી તૈય્યાર કરી રહી હતી કે તેના ફોનમાં રિંગ વાગી. નિતુએ ત્રાંસી ડોક કરીને બાજુમાં પડેલા ફોનની સ્ક્રીન પર નજર નાંખી તો મયંકનું નામ દેખાયું. તેણે કોઈ જાતનો રીપ્લાય ના આપ્યો અને પોતાના કામમાં લાગી ગઈ. થોડીવાર થઈ કે ફરી એ જ ઘટના બની અને આ વખતે પણ તેણે મયંકના ફોનનો કોઈ જવાબ ના આપ્યો. તેને થયું કે હજુ પણ તે ફોન કરશે. એમ વિચારી તેણે હાથમાં રહેલી પેન નીચે મૂકી અને ફોનની બંધ સ્ક્રીન સામે તાકી રહી. થોડીવાર કોઈ હલચલ ના થઈ એટલે તેણે પેન ઊંચકી પોતાનું કામ શરૂ કર્યું. એટલામાં