તારી પીડાનો હું અનુભવી - ભાગ 16

  • 942
  • 394

‘ચાલ, આવે છે ને બહાર.’ ટ્યૂશનમાંથી છૂટ્યા પછી પરમે પૂછ્યું.‘ના.’‘કેમ?’‘બસ એમ જ. આજે મૂડ નથી.’ મેં નક્કી કર્યું હતું કે પરમ સાથે બહાર જવાનું ઓછું કરી નાખવું છે.‘અરે એટલે જ તો આવવાનું કહું છું. આખિર દોસ્ત કબ કામ આયેંગે.’‘ના પ્લીઝ, નોટ ટુડે.’‘ઘણીવાર આપણે બીજાથી એટલા બધા અંજાઈ જઈએ છીએ કે આપણું હિતાહિત ભૂલીને એમની પાછળ ખેંચાઈ જઈએ છીએ.’ મિરાજની વાતને અટકાવીને ફરીથી એની જિગ્સો પઝલને કમ્પ્લીટ કરવા માટે એક પીસ શોધી આપ્યો.‘એવું કેમ થાય, દીદી?’‘એકલા પડી જવાના ડરથી.’ મારો જવાબ મિરાજને સીધો એની વીકનેસ સુધી દોરી જશે એ મને ખબર હતી. પણ વાસ્તવિકતાને ઓળખ્યા વિના એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવા