દેડકા તારા દિવસો આવ્યા

દેડકાંઓના સામ્રાજ્યમાં, દરેક દેડકાને જન્મથી જ ચોમાસાની ઋતુનું મહત્વ સમજાવવામાં આવતું. મોટા અને અનુભવી દેડકાંઓ, યુવાન દેડકાંઓને વર્ષા ઋતુનો મહિમા ગાઈને સંભળાવતા અને વરસાદમાં બહારની દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની તાલીમ આપતા. વરસાદી માહોલ આ દેડકાંઓનાં સામ્રાજ્ય માટે પુષ્કળ હર્ષોલ્લાસ અને વૃદ્ધિનો સમય હતો. આ સામ્રાજ્યના નવા ઊભરતા દેડકાંઓમાં મેઘ નામનો એક નાજુક દેડકો હતો. જેના પગ બીજા દેડકાંઓ જેટલા હજુ વિકસ્યા નહતા, પણ તેની આંખોમાં આ જળાશય અને તેના પરિસરની બહાર જે અદ્ભૂત વિશ્વ ધબકે છે, એને લઈને બહુ મોટા સપનાઓ હતા. સામ્રાજ્યમાં યુવાન દેડકાંઓનો આખો દિવસ સખત તાલીમમાં જતો. તેમને તળાવના અને બહારના જીવનની જટિલતાઓ શીખવવામાં આવતી. તેમની