નિતુ - પ્રકરણ 24

  • 1.4k
  • 946

નિતુ : ૨૪ (લગ્નની તૈયારી)નિતુ અને હરેશ બન્ને મીઠાઈના બોક્સ લઈને ઘરે આવ્યા અને જોયું તો બધા મોં લટકાવીને બેઠેલા. એ જોઈને બન્નેને આશ્વર્ય થયું. દાદરના પહેલા પગથિયાં પર બેઠેલી કૃતિની ભીની આંખો વિચારોમાં ખોવાયેલી હતી. નિતુએ હાથમાં રહેલું બોક્સ હરેશને આપ્યું અને અંદર જઈને કાકાને પૂછ્યું, "કાકા! તમે બધા આ રીતે ઉદાસ બનીને કેમ બેઠા છો?""કાંય નય, બસ એમ જ. નિતુ, તું ક્યારે આવી?""બસ હમણાં જ આવી. પણ તમે લોકો આમ ઉદાસ- ઉદાસ બનીને કેમ બેઠા છો?"શારદાએ જવાબ આપતા કહ્યું, "અરે કાંય નથી થ્યું નિતુ. તને કીધું તો ખરા! બસ તારી આવવાની વાટ જોતા 'તા. થયું કે તું આવે એટલે