કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 116

  • 2.5k
  • 1
  • 1.7k

કૉલેજ કેમ્પસ ભાગ-116"અરે..અરે.. એક મિનિટ સાંભળ તો ખરી.. ફરી ક્યારે ફોન કરે છે." સમીરની આજે ફોન મૂકવાની જરાપણ ઈચ્છા નહોતી પરંતુ પરી થોડી થાકેલી પણ હતી એવું તેને લાગ્યું એટલે તે ચૂપ રહ્યો."બે ત્રણ દિવસ પછી કરું.." "ઓકે, મેડમની જેવી ઈચ્છા.. ઓકે તો બાય મિસ ડૉક..""બાય.."અને પરીએ ફોન મૂક્યો અને પોતાના ઘરમાં પ્રવેશી..જ્યાં છુટકી, તેની ક્રીશા મોમ, તેના ડેડ અને નાનીમા તેની રાહ જોતાં બેઠા હતા..અને છુટકી પાસે તો પ્રશ્નોની વણથંભી વણઝાર તૈયાર જ હતી...પરી પોતાના ઘરમાં પ્રવેશી..."આવી ગઈ બેટા.." ક્રીશાએ વ્હાલપૂર્વક પોતાની દીકરીને પૂછ્યું."હા મોમ" પરીએ જવાબ આપ્યો અને પોતાના રૂમમાં પ્રવેશી..જ્યાં છુટકી ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ