વિખંડિત ઓળખ

  • 956
  • 346

ઘરથી દૂર, મીડિયા ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવવાની મહત્વાકાંક્ષા સાથે, દેવિકા નાયર માયાનગરી મુંબઈમાં એકલી રહેતી હતી. મોડેલિંગની દુનિયામાં સૌથી મોહક સ્મિતની માલિક દેવિકા નાયર, દરેક મેગેઝિનના કવર પર છવાયેલો ચહેરો હતો. તેની સુંદરતા લોકોને મંત્રમુગ્ધ કરી મુકે એવી હતી. તેના દિલકશ લક્ષણો અને આકર્ષક આભાનું સંપૂર્ણ મિશ્રણ બધાનું ધ્યાન ખેંચવામાં હંમેશા સફળ રહેતું. લાંબા પલકના પડછાયા નીચે તેની બદામ આકારની આંખો મોતીની જેમ ચમકતી હતી. તેની દોષરહિત મુલાયમ ત્વચા, કોઈપણ પ્રકાશ હેઠળ ઝગમગતી. બસ એમ સમજો કે દેવિકા આરસમાંથી કોતરેલી દેવીની કોઈ મૂરત હતી. લોકો ફકત તેની સુંદરતાની પ્રશંસા નહોતા કરતા, પરંતુ તેને પૂજતા હતા. “દેવિકા, હું ખરેખર તારી ઈર્ષ્યા કરું છું,