નિતુ - પ્રકરણ 22

  • 1.5k
  • 958

નિતુ ; ૨૨ (લગ્નની તૈયારી) નિતુની માતાનું ઓપરેશન પૂર્ણ થયું અને બધાં રિપોર્ટ નોર્મલ આવી ગયા. ઘરમાં બધાને હાશકારો થયો. આજે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની હતી અને બધા તેને ઘેર લઈ જવા માટે તત્પર હતા. હોસ્પિટલની કાર્યવાહી પૂર્ણ કરી ત્યાંથી ડિસ્ચાર્જની ફાઈલ લઈને નિતુ શારદાના વોર્ડમાં ગઈ જ્યાં પહેલેથી જ બધા હાજર હતા. સાંજ થવા આવેલી અને એવા સમયે બધાના ખુશીથી છલકતા ચેહરા જોઈ નિતુને આનંદ થયો કે અંતે બધું બરાબર રીતે ચાલી રહ્યું છે, જેવું તેણે વિચારેલું. હરેશે નેણ ઊંચા કરી ઈશારાથી તેને પૂછ્યું કે શું હાલ છે? નિતુએ ક્ષણિક આંખ બંધ કરી મુખ પર મુસ્કાન ભરીને ઈશારાથી તેને જવાબ