વિસર્જન વણજોઇતા વિચારો નું

  • 894
  • 1
  • 274

ભાદરવા સુદ ચોથના દિવસે વિઘ્નહર્તા ઘરે ઘરે બિરાજે છે. આ તહેવાર કોઈ પ્રાંત કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી રહ્યો. દેશમાં એકતા અને વિચારમાં એક સૂત્રતા લાવવા ગણેશોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ચાલનારો આ તહેવાર વાતાવરણમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. દસ દિવસના અંતે આપવામાં આવતી ભાવભીની વિદાય સાથે માત્ર પ્રતિમા જ નહીં પરંતુ આંખો પણ આંસુથી ઉભરાતી હોય છે. પ્રકૃતિના નિયમથી પરમાત્મા પણ બાકાત નથી જે આવે છે તેને જવાનું નિશ્ચિત છે. જેનું સર્જન છે તેનું વિસર્જન અચૂક છે. ખરેખર તો વિસર્જન વ્યવહારમાં વ્યાપેલું છે, પરંતુ જેનું વિસર્જન થવું જોઈએ એનું થતું નથી. વિસર્જન શબ્દનો અર્થ પાણીમાં