ગણપતિ ઉત્સવ કે ઉપહાસ?

  • 2k
  • 504

ગણપતિ ઉત્સવ કે ઉપહાસ?️ગણપતિ ઉત્સવ એ ધાર્મિક લાગણીનો ઉત્સવ છે.જીવનમાં ઉત્સવ ઉત્સાહ ભરે છે.ઉત્સવ એ રિલેક્ષ થવાનો અવસર છે,દરેક પ્રસંગે ગણપતિ પૂજન પરંપરા છે.અને હિન્દુ ધર્મનો એ આરાધ્ય દેવ છે,ગણોનો દેવ છે,શિવજીનો પ્યારો પુત્ર છે,શિવ પાર્વતી એટલે કે માં બાપની સેવાનું પ્રતીક છે.આપણા ઘરને બારણે ગણપતિનું પ્રથમ સ્થાન છે,હિન્દુના મંદિરમાં તેનું અગ્ર સ્થાન છે,વિવાહ સંસ્કારમાં અનેરું મહત્વ છે,ઘરના ખાત મુહૂર્તથી માંડી રોજગારી,ધંધાના પાયામાં ગણપતિ છે.તે ગણ (સમૂહ)ના પતિ છે.એટલે કે કોઈ પણ સમૂહના તે અધિષ્ઠાતા છે,