નારદ પુરાણ - ભાગ 40

  • 224
  • 80

સનંદન બોલ્યા, “હે દ્વિજશ્રેષ્ઠ, ત્યારબાદ મંત્રીઓ સહિત રાજા જનક પુરોહિત અને અંત:પુરની સ્ત્રીઓને આગળ કરીને મસ્તક ઉપર અર્ઘ્યપાત્ર લઇ ગુરુપુત્ર શુકદેવજી પાસે ગયા. તેમણે સંપૂર્ણ રત્નોથી વિભૂષિત સિંહાસન શુકદેવજીને અર્પિત કર્યું. વ્યાસપુત્ર શુક આસન ઉપર વિરાજમાન થયા પછી રાજાએ પહેલાં તેમને પાદ્ય અર્પણ કર્યું. ત્યારબાદ અર્ઘ્ય સહિત ગાય નિવેદન કરી. મહાતેજસ્વી દ્વિજોત્તમ શુકે મંત્રોચ્ચારણપૂર્વક કરવામાં આવેલી પૂજાનો સ્વીકાર કરીને રાજાને કુશળ-મંગળ સમાચાર પૂછ્યા.         તેમણે પણ ગુરુપુત્રને કુશળ-મંગળ વૃત્તાંત જણાવી તેમની આજ્ઞા લઇ ભૂમિ પર બેઠા. પછી શુકદેવજીને રાજાએ પ્રશ્ન કર્યો, “બ્રહ્મન, શા હેતુથી આપનું અહીં શુભ આગમન થયું છે?”         શુકદેવજીએ કહ્યું, “રાજન, આપનું કલ્યાણ થાઓ ! પિતાજીએ મને