ભીતરમન - 32

  • 1.5k
  • 1
  • 956

આદિત્ય એ ફોન તો મૂકી દીધો હતો, પણ એના ફોને મારા વિચારોમાં કાંકરીચારો કર્યો હતો. હું આદિત્યના વિચારોમાં તલ્લીન થઈ ગયો હતો. આદિત્ય પણ મારા જેમ જ લાગણીશીલ, માયાળુ તેમજ સ્વમાની અને જિદ્દી છે. અને હા! મારા જેવો જ જનુની પણ ખરો! હું આજે અનાયાસે આદિત્ય અને મારા સંબંધની સરખામણી મારા અને બાપુ સાથેના સંબંધ સાથે કરી બેઠો હતો. હા, મારામાં બાપુ જેવી ગદ્દારી બિલકુલ ન હતી. પણ જેમ બાપુ મારો પ્રેમ પામવા તરસતા રહ્યા એમ હું આદિત્યનો પ્રેમ પામવા તરસતો રહુ છું. મેં હંમેશા સાંભળ્યું છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે બાપુએ એના કર્મના ફળરૂપે આજીવન મારા પ્રેમ