તલાશ 3 - ભાગ 8

(17)
  • 2.3k
  • 1.4k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જયારે જીતુભા અનોપચંદને ત્યાંથી નીકળ્યો એ વખતે સોનલની આંખ ખુલી હતી. લગભગ 3 કલાકની ઊંઘથી એ રિલેક્સ લગતી હતી. મનમા ચિંતા તો હતી જ પણ એને 2 જણા પર ભરોસો હતો એક તો એનો ભાઈ જીતુભા કેજે આજ દિન સુધી એના પર આવનાર દરેક મુસીબત નો આડો પહાડ બનીને ઉભો હતો અને સોનલ પર ઉની આંચ પણ આવવા દીધી ન હતી. બીજો એનો મનનો માણીગર પૃથ્વી. સોનલને પૃથ્વી વિશે જાજી ખબર ન હતી. પણ સગાઈ પછી અને સગાઈ પહેલા જયારે સરલાબહેન સાથે એ કલ્યાણમાં પૃથ્વીના ઘરે અનાયાસે