ભીતરમન - 29

  • 1.4k
  • 1
  • 896

હું જામનગરથી કામ પતાવી ઘરે જવા નીકળ્યો ત્યારે એક દંપતી રસ્તાની સાઈડના બાંકડે બેઠું એની મસ્તીમાં બંને એકબીજાનાં હાથમાં હાથપરોવીને વાતું કરતા હતા. એને જોઈને મને આજે તુલસી સાથેનું મારુ વર્તન મને યાદ આવ્યું હતું. મને ક્ષણિક એમ થયું, ઓહો! તુલસીની સાથે મેં કેટલો અન્યાય કર્યો છે! મારુ એના પ્રત્યેનું વર્તન જો મને જ ખુબ વેદના આપી રહ્યું છે, તો તુલસીને કેટલી બધી ઈચ્છાઓ મારીને મારી સાથે જીવન વિતાવવાનું! મેં તુલસીને પત્ની તરીકેનું સ્થાન તો નથી જ આપ્યું, પણ એને ક્યારેય કોઈ જ જગ્યાએ કે પ્રસંગમાં પણ હું નથી લઈ ગયો. મારા ઘરને એણે પોતાનું ઘર સમજીને ખુબ જ પ્રેમથી