પોલીસ તપાસમાં સહયોગ કરી રહ્યો હોય અને સારી રીતે જવાબ આપતો હોવાથી શ્રદ્ધાનંદ પર ગાળીઓ કસવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારે એક દિવસ ક્રાઇમ બ્રાન્ચ સ્વામીને અડધી રાતે ઉઠાડી તપાસ માટે લઇ આવી. આગવી ઢબે સ્વામીની પુછપરછ હાથ ધરવામાં આવી. જે પુછપરછમાં સ્વામી ભાંગી પડયો અને ગુનાની કબુલાત કરી. મુખ્ય તપાસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, શકેરેહ શ્રદ્ધાનંદ સાથે નોકર જેવો વ્યવહાર કરતાં હતા. જેના કારણે તેમની વચ્ચે વારંવાર ઝગડાં પણ થતાં હતા. જેથી ૨૮મી મે ૧૯૯૧ના રોજ ઉશ્કેરાયેલા શ્રદ્ધાનંદે શકેરેહનો કાંટો જ તેના જીવનમાંથી કાઢી નાખ્યો. સ્વામી શ્રદ્ધાનંદે ચ્હામાં ઊંઘની ગોળીઓ નાખી શકેરેહ પીવડાવી હતી. જે બાદ બેભાન અવસ્થામાં પથારી સાથે