AI ની અસરકારક ઓળખાણ

  • 1.1k
  • 382

સમય ખૂબ જ ઝડપથી ગતિ કરી રહ્યો છે. આંખના પલકારામાં જાણે યુગ ફરી જાય છે. એવું લાગે જાણે હજુ હમણાં બાળપણમાં જે નામુમકીન સપનાઓ જોયા હતા, જે નામુમકીન કલ્પનાઓ કરી હતી. ખૂબ જ ઓછા સમયમાં એ નજર સમક્ષ જોવા પણ મળે છે. નાના હતા ત્યારે દાદા દાદી પાસે જાદુઈ જીન ની વાર્તાઓ સાંભળી હતી. જેમાં એક મનુષ્ય જેવો જીન આવીને માણસની બધી ઈચ્છાઓ પળવાર માં પૂરી કરી શકતો. બસ એવું જ કંઈક આધુનિક યુગમાં બની રહ્યું છે. આપણે આજે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (માનવસર્જિત બુદ્ધિ) વિશે વાત કરવી છે.મનુષ્ય જ એક એવો સજીવ છે જે બધા