ભીતરમન - 27

  • 1.6k
  • 1
  • 1.1k

હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હતું. મનમાં જ એમ થવા લાગ્યું કે, જે વ્યક્તિને હું આટલી નફરત કરું છું હું એના કામની પણ ઉપાધિ શા માટે મારે માથે લઈને બેસું? મારે તો એમને પરેશાન જ કરવા છે. તો પછી એમનું કામ કરીને મારે એમનુ સારું કરવાની શું જરૂર? અનેક પ્રશ્નોની જાળમાં હું ફસાઈ ગયો હતો એ સમયે મનના ખૂણેથી જ એક જવાબ મને મળ્યો, જે ખુદ જ પરેશાન છે એમને પરેશાન કરું એ વાત તો મારુ ધાવણ લજવે! સામસામા સરખા જોડે જીતવામાં મર્દાનગી કહેવાય! એમને હું કઈ જ ન કરું તો પણ એ