સર્વ માંગલિક કાર્યોમાં સર્વપ્રથમ જેનું આવાહન અને પૂજન થાય છે એવા મંગલમૂર્તિ અને વિઘ્નનાશક ભગવાન શ્રી ગણેશનો આવિર્ભાવ(અવતાર, જન્મ) ભાદરવા સુદ ચોથને દિવસે થયો હતો. તેને ગણેશચતુર્થીના રૂપમાં ઊજવવામાં આવે છે. ગણેશજીનું રહસ્ય અથાગ અને અનંત છે. જ્ઞાન તથા નિર્વાણવાચક ગણના ઇશ ગણેશ પરબ્રહ્મ છે. સર્વ દેવોના સંરક્ષક સૃષ્ટિનાં સર્વ તત્વોના સ્વામી અને જગતની ઉત્પત્તિનું કારણ છે.ગણેશજીના તમામ અંગોમાં ઊંડું રહસ્ય છુપાયેલું છે. તેમનું મુખ ગજ નું એટલે કે હાથી... પરબ્રહ્મનું પ્રતીક છે.લાંબી સુંઢ અને સુપડા જેવા મોટા કાન ધરાવે છે અને બાકીનું શરીર મનુષ્યનું છે. એવું કહેવાય છે કે, યુદ્ધમાં શ્રી ગણેશ કુશળ સેના નાયક છે તો તે નૃત્યકળામાં પણ નિપુણ