હું માં અને તુલસીને આઈ.સી.યુ. રૂમ પાસે લઈ ગયો હતો. એ બંનેએ બહારથી જ બાપુને જોયા હતા. માં બાપુને જોઈને ખુબ દુઃખી થઈ ગઈ હતી. એ બાપુને થતી સારવાર જોઈને ગભરાઈ ગઈ હતી. એ મોટા મશીનો અને અનેક નળીયો સાથે બાપુને જોઈને ચક્કર ખાઈને પડી જ જાત, મેં અને તુલસીએ બંનેએ માને સાચવી લીધી હતી. માને બહાર બાંકડા પર બેસાડી હતી. તુલસીએ માને પાણી આપ્યું હતું. એણે મને પણ પાણીનો ગ્લાસ ધર્યો અને કહ્યું, "તમે પણ પાણી પી લ્યો. કદાચ ઘરે તમે પાણી પી શક્યા નહોતા!"મેં હવે તુલસીનો અવાજ સાંભળ્યો હતો. એકદમ મીઠો અને સ્વરમાં રહેલ નરમાશ એના લાવણ્યમય વ્યક્તિત્વ