તારી પીડાનો હું અનુભવી - ભાગ 15

  • 1.2k
  • 568

'મૂવી , ગેમ્સ, ચેટિંગ... મારું એ જ રૂટીન ચાલુ રહ્યું. એ જ અરસામાં મારા જીવનમાં કંઈક નવું બન્યું જેના માટે મારી અંદર સ્ટ્રોંગ ઈચ્છા તો પહેલા જ ઊભી થઈ ગઈ હતી. અને એ ઈચ્છા હતી એક ચેટ ફ્રેન્ડ બનાવવાની.જ્યારે બધેથી નિરાશા જ મળતી હતી, ત્યારે એક આશારૂપી કિરણના રૂપમાં મને એક નવી ફ્રેન્ડ મળી, પ્રિયંકા. પહેલા દિવસથી જ એની સાથે મને બીજા બધા ચેટ ફ્રેન્ડ્સ કરતા વધારે ફાવવા લાગ્યું. અમારા બંનેની લાઈકિંગ અને થિંકિંગ અમુક હદ સુધી મેચ થતા હતા.’‘મારા અત્યાર સુધીના જેટલા ચેટ ફ્રેન્ડ્સ બન્યા છે એ બધામાં તું બેસ્ટ છે.’ પ્રિયંકાની આ વાત મારા માટે સૌથી મોટી ખુશીનું