કાકોરી ટ્રેન લૂંટ - 2

  • 1.2k
  • 830

ઘટનાના દિવસ પહેલા જ્યાં યોજનાની તૈયારીઓ અને ચર્ચા ચાલતી હતી ત્યારે ચંદ્રશેખર આઝાદેને એક સવાલ થયો હતો. તેમણે કહ્યું કે, જાે કોઇ કારણસર ટ્રેન રોકવા માટે સાંકળ ખેંચીએ તેમ છતાં પણ ટ્રેન ઊભી ન રહે તો શું કરવું? આઝાદનો પ્રશ્ન ઉચીત હતો. જાેકે, બિસ્મિલ પાસે તેના પ્રશ્નના જવાબમાં તેનો ઉપાય પણ હતો. બિસ્મિલે સુચવ્યું કે, આપણે ટ્રેનના ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ બન્નેમાં સવારી કરીશું. કેટલાક ફર્સ્ટ ક્લાસમાં જશે તો કેટલાક સેકન્ડ ક્લાસમાં જશે. જાે એક વખત સાંકળ ખેંચવાથી ટ્રેન ઊભી ન રહે તો બીજા ટબ્બામાં હાજર સાથીઓ તે ડબ્બામાંથી સાંકળ ખેંચશે. જે બાદ બીજા દિવસ ૯મી ઓગસ્ટના રોજ બપોરના સમયે