રુદ્રદત્ત - 2

  • 1k
  • 1
  • 410

ઘન ગાજે કેસરી દે ફાળ;ન ઊછળે તો તે શિયાળ.મૌવર બોલે મણિધર ડોલે;ન ડોલે તો સર્પને તોલે.ઘરમાં તપાસ કરી આવેલા સૈનિકોએ જાહેર કર્યું કે તેમની તપાસ નિષ્ફળ નીવડી છે.‘એમ કેમ બને? બાતમી ખરી જ મળી છે.’ સાહેબ ગુસ્સે થઈ બોલ્યા.‘આ બ્રાહ્મણે તેને છુપાવ્યો છે એ વાત ચોક્કસ!’ દેશી અમલદારે જવાબ આપ્યો.‘એને બહાર ચોગાનમાં લાવીને ઊભો કરો.’ સાહેબે હુકમ કર્યો.બે સૈનિકો રુદ્રદત્ત તરફ ધસ્યા. વિદ્યાર્થીઓ રુદ્રદત્તને વીંટળાઈ વળ્યા. સૈનિકો જરા ગૂંચવાયા. શસ્ત્રધારી બીજા શસ્ત્રધારી સામે લડે; શસ્ત્રરહિત માનવી ઉપર ધસતાં તેને પ્રથમ તો સંકોચ થાય જ.‘શું જુઓ છો? હઠાવો!’સૈનિકોએ વિદ્યાર્થીઓને ધક્કા મારી હઠાવવા માંડયા. સૈનિકોને લાગ્યું કે તેમને ધક્કા મારી હઠાવવા કઠણ